દિલ પૂછે છે મારું.....
દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાખ, સામે કબર દેખાય છે.
ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે.
દિવાળી હોય કે હોળી બધું ઓફીસ માજ ઉજવાય છે.
આ બધું તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે
લગ્ન ની મળે કંકોતરી ત્યાં શ્રીમંત માં માંડ જવાય છે.
દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?......
પાંચ આકડા ના પગાર છે, પણ પોતાના માટે પાંચ મિનીટ પણ ક્યાં વપરાય છે.
પત્ની નો ફોન બે મિનીટ માં કાપીએ પણ ક્લાયન્ટ નો કોલ ક્યાં કપાય છે.
ફોન બુક ભરી છે મિત્રો થી પણ કોઈનાય ઘરે ક્યાં જવાય છે.
હવે તો ઘરના પ્રસંગો પણ હાફ-ડે માં ઉજયાવ છે.
દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?......
કોઈને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે.
થાકેલા છે બધા છતા, લોકો ચાલતા જ જાય છે.
કોઈક ને સામે રૂપિયા તો કોઈક ને ડોલર દેખાય છે.
તમે જ કહો મિત્રો શું આને જ જીંદગી કહેવાય છે?
દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?......
બદલતા આ પ્રવાહ માં આપણાં સંસ્કાર ધોવાય છે.
આવનારી પેઢી પૂછશે સંસ્કૃતિ કોને કહેવાય છે.
એક વાર તો દિલ ને સાંભળો, બાકી મન તો કાયમ મુન્જાય છે.
ચાલો જલ્દી નિર્ણય લઈએ મને હજુય સમય બાકી દેખાય છે.
દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાખ, સામે કબર દેખાય છે.
This comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete